અમદાવાદ શહેરમા ગંદગી, રોગચાળો અને રખડતા ઢોર એક મોટી સમસ્યા બની ગયું છે.જાહેર રોડ પર કચરા પેટી અને રખડતા ઢોર વચ્ચે શું કનેકશન છે તે જવાબદાર તંત્ર જાણે છે છતાંય યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી.આવા દ્રશ્યો તમને ગોમતીપુર હાથીખાઈ ગાર્ડનથી ગોમતીપુર ગામ જતા રસ્તે નરી આંખે દેખાશે.મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કે નિકાલ કરવામાં આવતું નથી.અ.મ્યુ.કો દ્વારા રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કચરા પેટીઓ તો બનાવવામાં આવી છે.પણ કચરાપેટીઓની જાણવણીમા તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યું છે.તંત્રના જવાબદાર અધિકારીઓ અને કહેવાતા લોક સેવકોને સ્થાનિકો અને રાહદારીઓને પડતી હાલાકી દેખાતી નથી.આવી પરિસ્થિતિમા તંત્રના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવે ત્યારે નીચલી કક્ષાના સફાઈ કર્મચારીઓ પર રોષનો ટોપલો નાખી પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરવામાં આવે છે.સ્થાનિકો દ્વારા જયારે તંત્રના આવા જવાબદાર અધિકારીઓને તેમની ફરજનું ભાન કરાવવામાં આવે ત્યારે આવા અધિકારીઓ તરફ થી જાગૃત સ્થાનિક નાગરિકોને આડકતરી હેરાન પરેશાન કરવામાં પણ આવે છે એવી ચર્ચા હાલ સ્થાનિક લોકમુખે ચર્ચાય છે.