DIVYA SARDAR NEWS : તા. ૩/૧૦/૨૦૨૦
હાથરસ ઉત્તરપ્રદેશની રેપપિડીત મનીષા વાલ્મિકીનાં બળાત્કારીઓને મૃત્યુદંડ
ભારતીય જન પરીષદ
હાથરસ ઉત્તરપ્રદેશની રેપપિડીત મનીષા વાલ્મિકીનાં બળાત્કારીઓને મૃત્યુદંડની સજા મળે તે માટે કેટલીક સંસ્થા તેમજ પાર્ટીઓ જોરશોરથી કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીનાં આયોજન થઈ રહયા છે, જેમાં ભારતીય જન પરીષદ પાર્ટી પણ સામે આવી છે.
તા. ૩/૧૦/૨૦૨૦ ના રોજ સાંજે ૭ થી ૮ દરમિયાન ભારતીય જન પરીષદ દ્વારા અમદાવાદ આર.ટી.ઓ. સર્કલ થી ગાંધી આશ્રમ સુધી મનીષા વાલ્મિકીની શ્રદ્ધાંજલી રૂપે તેમજ બળાત્કારીઓને સજા મળે તેમ માટે મૌન રેલી અને કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
પણ રેલી શરૂ થાય પહેલાજ આરટીઓ સર્કલથીજ રાણીપ પોલીસ દ્વારા ભારતીય જન પરીષદ ના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી અને રેલી સમાપ્ત નાં સમય દરમ્યાન મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
રેપપિડીત મનીષા વાલ્મિકીનાં બળાત્કારીઓને ફાંસી થાય તે માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને આમ જનતા પ્રયાસો કરે છે પણ વિરોધ કરવા બદલ તેમની પણ ધડપકડ કરી લોકોની આવાજ દબાવી દેવામાં આવી રહી છે, જેથી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજીનામંુ આપે તેવી માંગ પણ થઈ રહી છે.
Divya sardar samachar
Divya Sardar
Gujarat Samachar
Bhartiya Jan Parishad
Bhartiya Janta Party news
Congress news
Aam Admi Party
Like Facebook : https://www.facebook.com/divyasardarnews
Follow Tweeter : https://twitter.com/divyasardar
subscribe Youtube :
/ @divyasardarsamachar
Website : https://divyasardar.com/