તા. ૨૭/૯/૨૦૧૯ ના રોજ સાંજે અમદાવાદ શહેરનાં ગણપતિ મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ આયોજકોના સમ્માનમાં અમદાવાદ શહેર પોલીસ ઝોન-૫ દ્વારા સમ્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ વ્યસન મુÂક્ત નો સેમિનાર રાખવામાં આવ્યુ હતું.
અમદાવાદનાં કુશાભાઈ ઠાકોર હોલ, સીટીએમ ખાતે અમદાવાદનાં જે વિસ્તારો માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ રાખવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જે લોકોએ નોંધણી કરાવી હતી તેવા ૬૧ સોસાયટી તેમજ મંડળ આયોજકોને નિમંત્રણ આપી તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું,
અને આવતા વર્ષે ૬૧૦ આયોજકોનું સમ્માન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, તેમજ પોલીસ ને મદદરૂપ થતા પોલીસ મિત્રો ને ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ના પોલીસ અધિકારીઓ તેમજ ઝોન-૫ નાં ડીસીપી શ્રી અક્ષયરાજ મકવાણા ઉપÂસ્થત રહયા હતા,
તેમણે કાર્યક્રમ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું આયોજન કરી પર્યાવરણને બચાવવા આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો અને વધુમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ વ્યસન મુક્ત રહેવા અને નાબુદ કરવા અને જાગૃત થવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના ૫૦૦થી વધુ રહિસો હાજર રહયા હતા. અને લોકોમાં પોલીસ પ્રત્યે સમ્માન તેમજ મિત્રતાની ભાવના જાવા મળી હતી.