અમદાવાદ, ૧૦ જાન્યુઆરી, 2019 ચાઇનાના અગ્રણી સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ પૈકીના એક યુહો મોબાઇલ્સે આજે અમદાવાદમાં રેડિસન બ્લુ ખાતે આયોજિત પ્રેસ કાર્યક્રમમાં ગુજરાતમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી હતી. બ્રાન્ડે પોતાના બે ન્યુ હાઇ એન્ડ ફીચરથી સજ્જ સ્માર્ટફોનઃ યુહો વાસ્ટ પ્લસ અને યુહો વાય૩ પ્રોની રજૂઆત કરી હતી, જે બેસ્ટ-ઇન-ક્લાસ લૂક અને પર્ફોર્મન્સ ધરાવે છે તથા તે આકર્ષક કિંમત સાથે યુવા પેઢીની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.